માળિયા (મિયાણા) : માળિયાના નાના દહીંસરા ગામ ખાતે આવેલ સંત શ્રી ખીમ સાહેબ ડાડાની જગ્યાએ આગામી તા. 10-7-2025 ને ગુરુવારના રોજ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી અંતર્ગત ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દરેક ધર્મ પ્રેમી ભક્તોને પધારવા અને સંતવાણીનો લાભ લેવા મહંત માવજી ડાડા તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.