સ્વ. પુરીબેન જારીયાનાં ઉત્તરક્રિયા નિમિત્તે આયોજનમોરબી : ગોલોકવાસી સ્વ. પુરીબેન લાખાભાઇ જારીયાનાં ઉત્તરક્રિયા દિવસે તા. 3-2-2025ને સોમવારના રોજ એવન્યુ પાર્ક શેરી નંબર 5 પાર્કિંગ વ્યવસ્થા ગ્રાઉન્ડ પાસે, મોરબી ખાતે રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં કિર્તીદાન ગઢવી અને લોક સાહિત્યકાર માયાભાઈ આહીર ભજનની રમઝટ બોલાવશે. ત્યારે આ સંતવાણીનો લાભ લેવા પૂર્વ પ્રમુખ મોરબી શહેર ભાજપ લાખાભાઈ જારીયા દ્વારા મોરબીની જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.