મોરબી : મોરબીના માણેકવાડામાં આજે 31 ઓકટોબર 2025 ને શુક્રવારના રોજ બોલ કડાકળ સીતારામ બાપુની 17મી પુણ્યતિથિ નિમિત્તે બોલ કડાકળ સીતારામ બાપુની મઢી, માણેકવાડા - મોરબી ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય સંતવાણીમાં શૈલેષ મહારાજ, બિંદુ રામાનુજ અને મિલન પટેલ જેવા ભજનિક કલાકારો ઉપસ્થિત રહી ભજનની રમઝટ બોલાવશે. તો આ સંતવાણીનો લાભ લેવા ભજનપ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.