વાંકાનેર : વાંકાનેરમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિતે તા. 10-7-2025ના રોજ રાત્રે 9 કલાકે મહંત યોગી શ્રી ઈશ્વરનાથ બાપુના સાનિધ્યમાં ભવ્ય સંતવાણીનું આયોજન આદેશ આશ્રમ, જડેશ્વર મહાદેવ મંદિર પાછળ, સાગર ગૌશાળાની બાજુમાં, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં અમન ઉસ્તાદ એન્ડ ગૃપના સથવારે ભજનિક રાહુલ બારોટ, વિવેક ભાનુશાલી અને ધવલ રાયકા ભજનની રમઝટ બોલાવશે. વધુ માહિતી માટે નિલેશભાઈ એરવાડીયા મો. નં. 93193 93393 પર સંપર્ક કરવો.