મોરબી : મોરબીના ગોર ખીજડીયા ગામે આજે તારીખ 5 જાન્યુઆરી ને સોમવારના રોજ રાત્રે 9 કલાકે અલખધણી ગૌશાળાના લાભાર્થે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં ભજનીક દલસુખભાઈ પ્રજાપતિ અને રામદાસ ગોંડલીયા ઉપસ્થિત રહીને સંદીપ ડોડીયા એન્ડ ગ્રુપ અને શિવ સાઉન્ડના સથવારે ભજનની રમઝટ બોલાવશે. તો આ સંતવાણીનો લ્હાવો લેવા સૌને આમંત્રણ પાઠવાયું છે.