ટંકારા : ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામે આગામી તારીખ 27 નવેમ્બર ને ગુરુવારના રોજ સ્વ. ભગવાનજીભાઈ દેવજીભાઈ દેત્રોજાને શ્રદ્ધાંજલિ આપવા ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે. 27 નવેમ્બરના રોજ રાત્રે 8-30 કલાકે દેત્રોજા પરિવારના નિવાસ સ્થાને યોજાનાર આ સંતવાણી કાર્યક્રમમાં કલાકાર મિલન પટેલ અને સાજિંદા ભાવિન મારુ, મયુર પટેલ અને મેહુલ મકવાણા બહુચર સાઉન્ડના સથવારે ભજન રજૂ કરશે. આ સંતવાણીનો લ્હાવો લેવા મનજીભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા, રમેશભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા, કાંતિભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા, ઘનશ્યામભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા, સ્વ. વાસુદેવભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા તથા દેત્રોજા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.