મોરબી : મોરબીના પીપળી સ્થિત રામદેવપીર મંદિરે તારીખ 27 જૂન ને શુક્રવારે અષાઢી બીજ નિમિત્તે સંતવાણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 9 કલાકે રામદેવપીર મંદિરે સંતવાણી કાર્યક્રમ યોજાશે. તો દરેક ભાવિક ભક્તોને સંતવાણીનો લાભ લેવા નકળંગધણી રામામંડળ પીપળી દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.