મોરબી : મોરબીના લક્ષ્મીનગરમાં સ્વજનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે આવતીકાલે શ્રદ્ધાંજલી સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના શાસ્ત્રી નરભેરામભાઈ વ્યાસની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે વ્યાસ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલી સંતવાણીનું આવતીકાલે તા.10ને રવિવારના રોજ લક્ષ્મીનગર,મોરબી- કચ્છ હાઈ-વે,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સમગ્ર સંતવાણી કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ વ્યાસ કરશે.તેમજ વિજય ગઢવી,સુનિલ વ્યાસ અને મહેશ ગઢવી ઉપસ્થિત રહેશે.તબલા વાદક તરીકે સુનિલ ઉસ્તાદ અને રામ ઉસ્તાદ તથા બેંજોવાદક તરીકે ચંદુભાઈ ડાભી હાજર રહેશે. આયોજક હિતેશભાઈ નરભેરામભાઈ વ્યાસ,રાજેશભાઇ નરભેરામભાઈ વ્યાસ અને જયેશભાઇ નરભેરામભાઈ વ્યાસે આ કાર્યક્રમનો આનંદ માણવા જાહેર આમંત્રણ આપ્યું છે.