રાજ્ય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતો-મહંતોનું સ્થાન અને ભૂમિકાને લઈ રાષ્ટ્રવંદના મંચ મેદાને રાષ્ટ્રવંદના મંચના પ્રમુખ ડી. જી. વણઝાર ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સંસ્થાની મુલાકાતે ટંકારા : રાજ્ય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતો - મહંતોનું સ્થાન અને ભૂમિકાને લઈ રાષ્ટ્રવંદના મંચ મેદાને આવ્યું છે. આગામી તા. 5 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે સંતમિલન સમારોહનું આયોજન કરાયું છે અને ધર્મસતાને કાયદેસરતા મળે તે માટે ગાંધીનગરથી સંગઠનાત્મક રીતે શરૂઆત કરવામાં આવશે. તાજેતરમાં રાષ્ટ્રવંદના મંચ ગુજરાત પ્રદેશ પ્રમુખ ડી.જી.વણઝારા ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ સ્થળની મુલાકાતે આવ્યા હતા અને આગામી તા.5ના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર ગુજરાત સંત સમારંભ અંગેનું આમંત્રણ સંસ્થાને આપ્યું હતું. રાષ્ટ્ર વંદના મંચ ગુજરાત પ્રદેશના નેજા નીચે છેલ્લા એક વર્ષ દરમિયાન આધુનિક ભારતની રાજ્ય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતોનું સ્થાન અને ભૂમિકા' એ વિષય પર ગુજરાતમાં ૧૧ અલગ આગ સ્થળોએ સંતમિલન સમારંભોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજ્યના સંત મહાત્માઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈ આ વિષયને મૂર્ત સ્વરૂપ આપવા માટે સંમતિ દર્શાવેલ છે. ૧૯૪૭માં મળેલી આઝાદી પછી, રાજ્ય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં પરિવર્તન આવેલ છે. જેમાં ધર્મસત્તાને બિનસાંપ્રદાયિક્તાના ઓથા નીચે રાજ્ય અને સમાજના મુખ્ય પ્રવાહથી અલગ કરી, પ્રભાવવિહીન કરી દેવામાં આવેલ છે. જેથી રાષ્ટ્ર, સભ્યતા અને સંસ્કૃતિને ક્યારેય ભરપાઈ ન થઈ શકે તેવું મોટુ નુકશાન થઈ રહ્યું છે. આ ઘાતક પતિસ્થિતિને ત્વરીત અટકાવી, ગાડીને પુનઃ પાટા ઉપર લાવવી જરૂરી છે. અનાદિ કાળથી ચાલી આવતી ભારતીય પરંપરા પ્રમાણે સંપ્રદ નિરપેક્ષ રાજ્ય વ્યવસ્થા હોઈ શકે પરંતુ ધર્મનિરપેક્ષ રાજ્ય વ્યવસ્થા હોઈ શકે નહીં, સંપ્રદાય અને ધર્મ સંપૂર્ણપણે એકબીજાથી અલગ છે. જે બંધારણની મર્યાદામાં રહી, ધર્મસત્તાને દેશમાં કાયદેસરનું સ્થાન અને ભૂમિકા મળે તેવા ઉદ્દેશથી ગુજરાતના પરમ આદરણીય સંત મહાત્માઓ ગાંઘીનગર મુકામે ગુરુવંદના કાર્યક્રમ યોજાશે. જેમાં સંગઠન માળખાની રચના પણ કરવામાં આવશે. આ સમારંભમાં ગુજરાતમાં કાર્યરત તમામ સંપ્રદાયો અને પંથના વડાઓ, ગાદીપતિઓ, મહામંડલેશ્વરો, સંતો ઉપરાંત રાજ્યના પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહેશે. આ ઐતિહાસિક ઘટનામાં સાક્ષી અને ભાગદાર બની વૈદિક સંસ્કૃતિના ઉત્થાનમાં સક્રિય યોગદાન અને આશીર્વાદ આપવા ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ સંસ્થાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..