મોરબી : મોરબીના ગોર ખીજડિયા ગામે અલખધણી ગૌ શાળામાં રામદેવ રામ પારાયણ કથા નિમિત્તે તા.11 જાન્યુઆરીને શનિવારે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજન આરાધક મિલન પટેલ અને રીંકલ પરમાર ધૂન-ભજનની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.