ટંકારા : આવતીકાલે તારીખ 31 જાન્યુઆરી ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે ટંકારા તાલુકાના નસીતપર ગામે પંચાયત ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. પ્રભુભાઈ ધરમશીભાઈ કુંડારીયા (રાજા) તેમજ મહાદેવભાઈ ધરમશીભાઈ કુંડારીયાને શ્રદ્ધાંજલિ પાઠવવા આ સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજનીક પ્રીતિબેન વાજા, અજયભાઈ પ્રજાપતિ અને સાહિત્યકાર રજનીભાઈ દવે ઉપસ્થિત રહેશે.