મોરબી : મોરબીના પરશુરામધામ ખાતે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે સંતકુટીર અને ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.લોકાર્પણમાં પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પરશુરામધામ ખાતે નવનિર્મિત સંત કુટીર અને ચબૂતરાનું લોકાર્પણ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું.આ તકે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાથે સમસ્ત બ્રહ્મસમાજ,પરશુરામ યુવા ગ્રુપ,તાલુકા બ્રહ્મસમાજ, મહિલા મંડળ શહેર અને જિલ્લાના હોદેદારો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રવિન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા,અનિલભાઈ મહેતા,નિરજભાઈ ભટ્ટ,ચિંતનભાઈ ભટ્ટ અને મુકેશભાઈ જાની દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.