શુક્રવારે ટંકારા ખાતે વિશેષ સમારોહમાં સન્માનપત્ર અને સ્મૃતિચિન્હ એનાયત કરાશે ટંકારા : ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી વર્ષ-૨૦૨૦ સાહિત્ય ગૌરવ સન્માન જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત સંસ્કૃત સાહિત્ય અકાદમીનું ‘સાહિત્ય ગૌરવ સન્માન' ટંકારાના મુનિ દયાલને પ્રાપ્ત થતા શુક્રવારે ટંકારા ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સંસ્કૃત સાહિત્ય અકાદમી અંતર્ગત વર્ષ-૨૦૨૦ ના સાહિત્ય ગૌરવ સન્માન માટે ગુજરાતીમા વેદ-ગ્રંથોનો અનુવાદ કરનાર ટંકારાના ડૉ. દયાલજી માવજીભાઈ પરમાર (દયાલ મુનિ)ને પસંદ કરાયા છે. જે અંતર્ગત દયાલ મુનિના ગૌરવ સન્માન સમારંભનું આયોજન તા.૦૯ જુલાઇ, ૨૦૨૧ને શુક્રવારે ટંકારા મુકામે સવારે ૧૧ વાગ્યે યોજાયું છે. જેમાં રાજભવન, ગાંધીનગરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉદબોધન કરશે અને ટંકારા મુકામે યોજાનાર કાર્યક્રમમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા દયાલ મુનિનું સન્માનપત્ર, સ્મૃતિચિહ્ન અને એક લાખ રૂપિયાની રાશિ અર્પિત કરી સન્માનિત કરશે. આ ઉપરાંત રાજભવન તરફથી પણ બે લાખ રૂપિયાની ધન રાશિ અધ્યક્ષના વરદ હસ્તે સન્માન રૂપે અપાશે આ કાર્યક્રમમાં ટંકારાના નગરજનો ઉપસ્થિત રહેશે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..