વિદ્યાર્થીઓએ ઋષિ-મુનિઓની વેશભૂષા ધારણ કરી સંસ્કૃત સંવર્ધનનો સંદેશ આપ્યો: DEO કમલેશભાઈ મોતા અને શિક્ષણ સમિતિ ચેરમેન ભગીરથભાઈ બરાસરા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિતમોરબી અપડેટ : મોરબી સ્થિત નિર્મલ વિદ્યાલય ખાતે 'સંસ્કૃત સપ્તાહ મહોત્સવ' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષાના મહત્વને ઉજાગર કરતી ભવ્ય 'સંસ્કૃત ગૌરવ યાત્રા-રેલી' નું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં વિદ્યાર્થીઓએ વિવિધ ઋષિ-મુનિઓ તેમજ પ્રાચીન ભારતીય સંસ્કૃતિને દર્શાવતી આકર્ષક વેશભૂષા ધારણ કરી સહભાગી થઈ સંસ્કૃત ભાષા અને સમૃદ્ધ ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધનનો સંદેશ પ્રસારિત કર્યો હતો. આવી સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી નવી પેઢીમાં સંસ્કારનું સિંચન થાય છે અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના કેળવાય છે.આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ મોતા, મોરબી મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન ભગીરથભાઈ બરાસરા, કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા, નુતનબેન વિડજા તેમજ સ્કૂલ સંચાલક નિલેશભાઈ કુંડારીયા, રમણીકભાઈ બરાસરા, કૌશિકભાઈ દેસાઇ સહિત શાળા પરિવાર અને શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ રેલીમાં જોડાઈને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.#Morbi #MorbiUpdate #NirmalVidyalaya #SanskritSaptah #SanskritGauravYatra #EducationNews #IndianCulture #DEOMorbi #MorbiNews