સમસ્ત પાટીદાર સમાજ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન મોરબી :મોરબીમાં સમસ્ત પાટીદાર સમાજ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. લજાઈમાં સમસ્ત પાટીદાર સમાજ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું તા.21 થી 31 સુધી રામેશ્વર ફાર્મ,રવાપર-ઘુનડા રોડ,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.કથાનો સમય 8:30 થી 11:30 છે.સમાજના પુત્ર વિહોણા,આર્થિક નબળા,નિરાધાર-અશક્ત વૃદ્ધ વડીલો માટે ટંકારા તાલુકાના લજાઈ ગામે,ભીમનાથ મહાદેવ મંદિર સામે અદ્યતન સુવિધાયુક્ત 'માનવ મંદિર'(અનાથાશ્રમ)નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.આશરે રૂ.12 કરોડના આ 'માનવ મંદિર' પ્રોજેક્ટમાં હાલ રૂ.10 કરોડનું કામ થઇ ગયું છે. આથી સમસ્ત પાટીદાર સમાજ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞમાં શિવ વિવાહ,રામ જન્મોત્સવ,શ્રવણ યાત્રા,સીતારામ વિવાહ,કેવટ પ્રસંગ,ભરત મિલાપ,શબરી પ્રસંગ,રામેશ્વર પૂજન અને રામ રાજ્યભિષેક કરવામાં આવશે.