મોરબી:આવતીકાલે દશેરાના દિવસે સંકલ્પ નવરાત્રીમાં ખેલૈયાઓ માટે મેગા ફાઇનલ રમાશે અને કાલના દિવસે તમામ મહિલાઓને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ આવતીકાલે દશેરાના દિવસે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં મોરબી શહેરના તમામ મહિલાઓ કે જેમને રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો પણ એમને કાલના દિવસે ફ્રી એન્ટ્રી આપવાની યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. વધુમાં યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈએ જણાવ્યું હતું કે આવતીકાલે ખેલૈયાઓ માટે સંકલ્પ ગ્રાઉન્ડમાં મેગા ફાઇનલ રમાશે અને વિજેતાઓને લાખેણા ઇનામો આપવામાં આવશે. ગઈકાલે નવરાત્રીના આઠમાં નોરતે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં લિટલ પ્રિન્સનું પ્રાઈઝ દોશી ધર્મીલને,લિટલ પ્રિન્સેસ રાણપરા ક્રીનલને,યંગ પ્રિન્સેસ અસલીયા સાગર અને યંગ પ્રિંસેસનો ખિતાબ કોટક શ્વેતાને મળ્યો હતો.