પ્રિન્સ - પ્રિન્સેસ ને દરરોજ અપાતા ઇનામો યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત રાસોત્સવમાં સોળે કલાએ ખીલ્યો માહોલ મોરબી:યંગ ઇન્ડિયા આયોજિત સંકલ્પ નવરાત્રીમાં દિવસે-દિવસે માહોલ જામતો જાય છે. શહેરમાં નવરાત્રી મહોત્સવની ધમાકેદાર ઉજવણી થઇ રહી છે. મોરબી શહેરમાં યોજાતા અન્ય નવરાત્રી મહોત્સવથી જરા હટકે યંગ ઇન્ડિયા ગ્રુપ ના રસોત્સવમાં શકિત ભકિત અને આરાધનાનું પર્વ એવા નવરાત્રી મહોત્સવને સાંસ્કૃતિક રીતે ઉજવવામાં આવી રહ્યો છે,સંકલ્પ નવરાત્રી મહોત્સવના આંગણે ખેલૈયાઓની રંગત જામી રહી છે. પ્રખ્યાત ઓરકેસ્ટ્રાના કલાકારોની સાથે સંગીતની દુનિયાના જાણીતા કલાકારો સંકલ્પ નવરાત્રીના ખેલૈયાઓને મન મુકી ઝુમાવી રહ્યા છે. દરરોજ માં નવદુર્ગાની આરતી,સ્તુતિ બાદ દેશભક્તિના સુરાવલીઓ છેડાય છે અને અવનવા રંગ બે રંગી ભાતીગળ વસ્ત્ર પરિધાન કરી યુવા હૈયાઓ મન મુકીને નવરાત્રીના પર્વનો લુત્ફ ઉઠાવી રહ્યા છે. સંકલ્પ નવરાત્રીના આયોજક અને યંગ ઇન્ડિયા ગ્રુપના સમહર્તા દેવેનભાઈ રબારી અને તેમની ટીમ દ્વારા સતત ખેલૈયાઓની કાળજી રાખવામાં આવી રહી છે અને દરરોજ ખેલૈયાઓને અવનવા ઉપહારો થકી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. પાંચમા નોરતા ના વિજેતા ખેલૈયાઓ લીટલ પ્રિન્સ - રાહુલ કવૈયા લિટલ પ્રિન્સેસ - છૈયા સોમૈયા યંગ પ્રિન્સ - સુનિલ જોગેલ યંગ પ્રિન્સેસ - દિવ્યા રાવલ [gallery size='medium' ids='11571,11572,11573,11574,11575,11576,11577,11578,11579']