પ્રખ્યાત કલાકાર અશોક ભાયાણી ધુન ભજનની રમઝટ બોલાવશે : દાનની રકમ બાપાસીતારામ ગૌશાળામા ભેટ અપાશે હડમતીયા : ટંકારા તાલુકાના સજજનપર (ઘુ.) માં સ્વ. રામજીભાઈ ધનજીભાઈ સિણોજીયાની શ્રધ્ધાંલી અર્પવા ધુન-ભજનનો કાર્યક્રમ યોજાશે જેમાં જાણીતા કલાકાર અશોકભાઈ ભાયાણી ધુનનો રાગ આલાપીને રમઝટ બોલાવશે અને આ કાર્યક્રમમાં જે પણ દાન આવશે તે ગામની જ 'શ્રી બાપાસીતારામ' ગૌશાળામા અર્પણ કરવામા આવશે. આગામી તા. ૯ ને શુક્રવારના રોજ રાત્રે ૯ કલાકે યોજાનાર આ ધુન- ભજન કાર્યક્રમમાં સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા જયંતીભાઈ રામજીભાઈ સિણોજિયા પરિવાર તરફથી જાહેર આમંત્રણ પાઠવવામા આવ્યું છે.