મોરબી : મોરબીમાં જાહેર રોડ ઉપર લગ્નના વરઘોડા તથા કોઈ પણ ઉજવણી વેળાએ કલરફુલ કાગળ કે પ્લાસ્ટિકના ટુકડા ઉડાડતા ફટાકડાનો ભારે ક્રેઝ છે. પણ આ ફટાકડામાંથી નીકળેલા કાગળ અને પ્લાસ્ટિકના નાના ટુકડાઓ સાફ કરવામાં સફાઈકર્મીઓને ભારે હાલાકી પડી રહી છે. ઉપરાંત આવા કાગળ અને પ્લાસ્ટિકના ટુકડાઓ ઘણા લાંબા સમયથી આ વિસ્તારમાં ઉડયા રાખે છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે કોઇ નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.