મોરબી: ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ કે કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને રહેણાંકના પાકા આવાસો મળી રહે તે માટે રાજ્યમાં ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમનાં આશ્રિતોને રૂ.1,70,000ની સહાય મળવાપાત્ર છે. જે અરજદારને ચાર હપ્તામાં ચૂકવવામાં આવે છે.જે અન્વયે નાણાંકીય વર્ષ 2025-26 દરમિયાન આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેવા અરજદારોએ esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ માત્ર ઓનલાઈન સબમીટ કરવાના રહેશે.આ યોજનાનો વધુને વધુ લાભ લેવા તથા વધુ માહિતી કે મદદ માટે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના નાયબ મેનેજર અને અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, સો ઓરડી રૂમ નં. 46/47, મોરબીનો સંપર્ક કરવા સફાઈ કામદાર વિકાસ નિગમના જિલ્લા મેનેજર એ.એમ.છાસિયાની યાદીમાં જણાવાયું છે.