જ્યાં સુધી પગાર ન ઘાય ત્યાં સુધી કામે નહીં ચડવા સફાઈ કર્મીઓએ નિર્ણય કરતા અંતે તંત્રએ પગાર ચૂકવી મામલો થાળે પાડ્યો મોરબી :મોરબી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના બે મહિનાથી પગાર ન ચૂકવાતા અને ઉપરથી ઠાલા આશ્વાસન આપતા આ સફાઈ કર્મચારીઓ વિફર્યા હતા.આથી પગાર પ્રશ્ને સફાઈ કર્મચારીઓએ મોરચો માંડ્યો હતો. આ સફાઈ કર્મચારીઓએ બે કલાક સુધી બેસી રહી અને જ્યાં સુધી પગાર ન થાય ત્યાં સુધી બેસી રહેવાનો નીર્ધાર કરતા અંતે તંત્ર ઝુક્યું હતું અને તંત્રએ પગાર ચૂકવી દેતા મામલો થાળે પડ્યો હતો. મોરબી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ આજે પગાર પ્રશ્ને મોરબી નગરપાલિકા કચેરીએ દોડી જઈને ઉગ્ર રજુઆત કરી હતી કે, અમારા પગરના કોઈ ઠેકાણા જ નથી. ઉપરથી નગરપાલિકા દ્વારા અમારી પાસેથી વધુ કામ કરાવાય છે. કોઈ નેતા મોરબી આવવાના હોય કે સરકારી જાહેર કર્યક્રમ હોય ત્યારે 10થી 12 કલાક સતત પટ્ટાવાળા માથે ઉભા રહીને કામ કરાવે છે. પણ અમારા હક્કનો પગાર માંગવા જાય તો કોઈ જવાબ આપતું જ નથી.છેલ્લા બે મહિનાથી પગાર થયો નથી. સફાઈ કર્મીઓ સામાન્ય પરિવારના હોય એક મહિનો પગાર ન આવે તો ઘરનું બજેટ હલી જાય છે અને બે બે મહિનાથી પગાર ન આપતા કોઈ દુકાનવાળા રાશન પણ ઉઘારીમાં આવતા નથી. આવી કપરી સ્થિતિ વચ્ચે ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું ? સફાઈ કર્મચારીઓએના કહેવા મુજબ દિવાળી પછી પગાર થયો નથી. કામ વધુ કરાવે અને હક્કના પૈસા સમયસર ચૂકવતા નથી. આ બાબતે જ્યારે પણ રજુઆત કરીએ ત્યારે ત્યારે નગરપાલિકાના જવાબદારો વારચેકમાં સાઈન બાકી હોવાનું કહીને ઉઠા ભણાવે છે અને પગાર પ્રશ્ને બે કલાક સુધી બેસી રહીને સફાઈ કર્મચારીઓએ દેખાવો કરતા અંતે નવેમ્બર માસનો બાકી પગારના ચેકમાં સહી કરી સોમવારે બૅંકમાં નાખીને માનગવારે પગાર મળી જાય તેવી વ્યવસ્થા કરી હોવાનું પાલિકાના કર્મચારી સંગ્રામસિંહ જાડેજાએ જણાવ્યું હતું.