મોરબી : ત્રાજપરની મધુવન સોસાયટી મા કોરોનાની ગંભીર બીમારીથી બચવા અને તેનો સામનો કરવા સૅનેટાઇઝરનો છટકાવ કરવામા આવેલ છે. ત્રાજપર ગ્રામ પંચાયતના સદસ્યોએ અને સરપંચએ હાથમાં સેવાના કામનું બીડું ઉપાડ્યું છે. તેમ સુખાભાઈ ડી કુંભરવાડિયા એ યાદીમાં જણાવેલ છે.આ ઉપરાંત, રાતાવીરડા ખાતે આવેલા દિયાન પેપસઁના માલિક ઘિરેન કાસુંન્દ્રાએ કોરોના વાયરસ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે ડોકટરને બોલાવી કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કર્યું હતું. અને કંપનીના લેબર ક્વાઁટરમાં તથા કંપનીમાં દવાનો છંટકાવ કરી સૅનેટાઇઝેશન કરાયું હતું.