મોરબી : કોરોનો મહામારી સામે આજે આખી દુનિયા લડી રહી છે ત્યારે મોરબી જિલ્લાના જસમતગઢ ગામમા પેસ્ટીસાઈજથી સેનેટાઈજ કરવામા આવ્યું હતું. જેમાં સરપંચ મનસુખભાઈ તેમજ ગામના સભ્યો બળવંતભાઈ, નિતેશભાઈ, જયદીપ, પ્રિવણભાઈ, મયુરભાઈ, પવન બધા સાથે મળી મહેન્રદભાઈના ટ્રેકટરમા હાથ બનાવટ પંપથી છંટકાવ કરેલ છે. આ ઉપરાંત, બંધુનગર ગામમાં લોકડાઉનનો ખ્યાલ રાખી સેનીટાઈઝેશન કરવામાં આવ્યું હતું. જેમાં બંધુનગરના સરપંચ તથા ગામ લોકોએ જહેમત ઉઠાવી હતી. તેમજ ખરેડા ગામમાં પણ ગ્રામજનો દ્વારા જાતે જાહેર રોડ-રસ્તા તથા શેરીઓમાં સૅનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું.