મોરબી : શહેરની જાગૃત મહિલાઓના એક ગ્રુપે મોરબીમાં સહુનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને રવાપર વિસ્તારમાં આ મહિલા ગ્રુપ દર શુક્રવારે સ્વેચ્છાએ વિવિધ સોસાયટીઓ અને મુખ્ય માર્ગની સઘન સફાઈ કરી રહી છે. ભણેલી ગણેલી ગૃહિણીઓ પોતાના વ્યસ્ત શિડયુલમાંથી સમય ફાળવીને પાછલા એક મહિનાથી દર અઠવાડિયે જાહેર સ્થળોની સફાઈ કરે છે. ત્યારે મોરબી પાલિકાને હજુ આ સેવા કાર્ય નજરે ચઢ્યું હોય એવું લાગતું નથી. શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી પાલિકાને આધીન હોવા છતાં આયોજનના અભાવને લીધે કે પછી નિયત ન હોય એમ પાલિકા શહેરની સફાઈ કામગીરી પ્રત્યે ઉદાસીન જોવા મળી રહ્યાનું સામે આવતા આ મહિલાઓના ગ્રુપે 'જાત મહેનત જીંદાબાદ'ના સૂત્રને સાર્થક કરી બતાવવાના સંકલ્પ સાથે સ્વખર્ચે પાવડા, તગારા, સુપડા અને સાવરણા વસાવીને આ અભિયાન આદર્યું છે. આ અભિયાનની ચોમેર પ્રશંશા થઈ રહી છે ત્યારે લોકો પાલિકા પ્રત્યે ફિટકાર પણ વરસાવી રહ્યા છે. જે કામ પાલિકાએ કરવુ જોઈએ એ કામ ગૃહિણીઓ કરી રહી છે ત્યારે પાલિકા તરફથી એમની નોંધ સુધ્ધા લેવામાં નથી આવી. અધિકારીઓ અને પદાધિકરીઓમાં હજુ જરા પણ લાજ શરમ જેવું બચ્યું હોય તો નાગરિકોના આવા સ્વૈચ્છીક અભિયાનને કમસેકમ બિરદાવી તો શકાય જ છે. મોરબી અપડેટ આ સ્વૈચ્છીક સ્વચ્છતા અભિયાનની ટીમને બિરદાવે છે અને પાલિકા પણ લોક ભાગીદારીના આવા કાર્યોમાં ઉત્સાહજનક પ્રતિસાદ આપે એવી નાગરિકો વતી અપેક્ષા રાખે છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne