મોરબી : કચ્છમાં આશાપુરા માતાના મઢે જતા પદયાત્રિકો માટે મોરબીના સંગમ યુવા ગ્રુપ દ્વારા કંડલા બાયપાસ રોડ પર જુના આરટીઓ સામે ઉમા રિસોર્ટ ખાતે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તારીખ 12 સપ્ટેમ્બર ને શુક્રવારથી સેવા કેમ્પનો પ્રારંભ થયો છે. જેમાં પદયાત્રિકો માટે રહેવાની, ચા-નાસ્તાની, સરબત તેમજ મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તો આ સેવા કેમ્પનો લાભ લેવા સર્વે પદયાત્રિકોને આમંત્રણ પાઠવાયું છે.