તાલુકાના ખારેડા ગામે દાળમદાદાના મંદિરે દરરોજ સાંજે આરતીના સમયે હાજરી પુરાવે છે મોર મોરબી : મોરબી તાલુકાના એક ગામમાં પાછલા બે વર્ષથી જીર્ણોદ્ધાર થયેલા મંદિરે સંધ્યા આરતી સમયે ભાવિકોને નિયમિત મોરના દર્શન થાય છે. આ વાતની ધીમે ધીમે અન્ય ગામોમાં જાણકારી ફેલાતા કુતૂહલવશ લોકો સંધ્યા આરતી સમયે ખરેડા ગામે આવેલા મંદિરની મુલાકાતે આવી રહ્યા છે. મોરબી તાલુકાના ખરેડા ગામમાં આવેલા દાળમ દાદાના મંદિરનું બે વર્ષ પહેલાં જીર્ણોદ્ધારનું કામ થયું અને નવનિર્મિત શીખરબદ્ધ મંદિર બનાવવામાં આવ્યું. મંદિરના પાયાના ખોદકામ સમયથી જ એક મોર નિયમિત દરરોજ સાંજે 6:30થી 07:00 વાગ્યા દરમ્યાન અહીં હાજરી પુરાવવા આવી છે. મંદિરનું નિર્માણ સંપન્ન થયા બાદ પણ નિયમિત દરરોજ સાંજે 06:30થી 07:00 દરમ્યાન મંદિરે મોરની હાજરી પુરાવવાનો ક્રમ ચાલુ રહેતા ભાવિકો તેમજ શ્રધ્ધાળુઓમાં કુતુહલ સાથે શ્રદ્ધાના વાતાવરણનું નિર્માણ થયું છે. સ્થાનિક ગ્રામજનો તેમજ મંદિરના પૂજારી અને ભુવા સહિતના લોકોના જણાવ્યાનુસાર આ મોર પાછલા બે વર્ષથી દરરોજ સંધ્યા આરતીમાં હાજરી પુરાવવા જરૂર આવે છે. જોકે સ્થાનિકોના જણાવ્યાનુસાર મોર આવ્યા બાદ જ મંદિરમાં આરતી કરવાનો હવે તો નિત્યક્રમ બની ગયો છે. દાળમદાદાના આ મંદિરમાં તમામ જ્ઞાતિ-જાતિ અને વર્ણના લોકો ખાસી આસ્થા ધરાવે છે. પ્રજાપતિ જ્ઞાતિના નારણબાપાના જણાવ્યાનુસાર એમના પૂર્વજોના સમયથી દાળમદાદાની સેવા તેમનો પરિવાર કરે છે. શ્રદ્ધાળુઓ બહારગામથી પણ અહીં ખાસ દર્શનાર્થે આવે છે. અહીં પાછલા 2 વર્ષથી નિયમિત સંધ્યા આરતી સમયે આરતીનો લાભ લેવા આવતો મોર ગમે તે ઋતુ હોય અચૂક આવે જ છે અને આરતી પુરી થયા બાદ જતો રહે છે, આથી લોકો માને છે કે મોર માત્ર આરતીનો લાભ લેવા માટે જ આવે છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274