30 માર્ચ સુધી જુના હોદ્દેદારો કાર્યરત રહેશે : 1 એપ્રિલથી નવા પ્રમુખ હોદ્દો સંભાળશેમોરબી : મોરબી સિરામિક ફ્લોર ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ પદે સંદીપભાઈ કુંડારિયા બિનહરીફ જાહેર થયા છે.30 માર્ચ સુધી જૂની બોડી કાર્યરત રહેવાની છે. 1 એપ્રિલથી નવા પ્રમુખ હોદ્દો સંભાળશે.દેશના સૌથી મોટા સિરામિક કલસ્ટર એવા મોરબીના સિરામિક ઉદ્યોગોના પ્રશ્નો રજૂ કરવા તેમજ તેના પ્રતિનિધિ રૂપે એસોસિએશનની રચના કરવામાં આવી છે. અને સમયાંતરે અલગ અલગ હોદેદારોની વરણી કરવામાં આવતી હોય છે. વોલ ટાઇલ્સ, વિટ્રિફાઇડ, ફ્લોર તેમજ સેનેટરી આ વિભાગોમાં પ્રમુખોની વરણી કરી તેઓને ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ સોંપવામાં આવતું હોય છે. જેમાં ફ્લોર એસો.ના પ્રમુખની મુદત પૂર્ણ થતા નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે સંદીપભાઈ કુંડારીયાની નિમણુક કરવામાં આવી છે.ફ્લોર ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ જણાવ્યું કે બે ફોર્મ ભરાયા હતા. બેમાંથી હિતેશભાઈ પેથરીયાએ ફોર્મ પરત ખેંચ્યું હતું. એટલે સંદીપભાઈ કુંડારિયા બિનહરીફ જાહેર થયા છે. જૂની ટર્મ તા.30 માર્ચ સુધી ચાલશે.તા.1 એપ્રિલથી નવા હોદ્દેદારો પોતાનો હોદો સંભાળશે. ઉલ્લેખનીય છે કે હવે પ્રમુખ હોદ્દો સાંભળ્યા બાદ બોડીની રચના કરશે.