પાટણના પંકજ બારોટની હળવદના ચીફ ઓફિસર તરીકે બદલી મોરબી : મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની બદલીનો જૂનો ઓર્ડર રદ કરી ફરી તેઓને મોરબીમાં જ મુકવામાં આવ્યા છે. તાજેતરમાં રાજ્યની નગરપાલિકાઓના 20 જેટલા ચિફ ઓફિસરોની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની પણ બદલી કરવામાં આવી હતી. જો કે આજે ફરી બદલીના ઓર્ડર થયા હોય, તેમાં જુના બદલીના ઓર્ડર થયેલા 3 ચીફ ઓફિસરોને જુના સ્થાને જ મુકવાનો હુકમ થયો છે. જેમાં મોરબીના સંદીપસિંહ ઝાલાનું પણ નામ છે. આ ઉપરાંત હળવદના ચીફ ઓફિસર તરીકે પાટણથી બદલી થઈને આવેલ પંકજ બારોટને મુકવામાં આવ્યા છે.