મોરબી : કોરાના વાયરસને ફેલાતો અટકાવવા માટે તથા તકેદારીના ભાગરૂપે નારણકા વાઘપર તથા શકત-શનાળા ગામમાં સેનેટાઈઝેશનનો છંટકાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોરબી તાલુકાના નારણકા ગામના સરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજા તેમજ તલાટી ક્રમ મંત્રી ડી.પી.જાડેજાની હાજરીમાં નારણકા ગામમાં રોડ-રસ્તો શેરીઓમાં સેનેટાઈજરનો દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તથા ગ્રામજનોને આ મહામારીથી બચવા માટે જરૂરી સૂચનો આપી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, વાઘપર ગામ યુવા ઉદ્યોગપતિ અજય લોરીયા, સરપંચ કેશુભાઈ તથા જયદિપ લોરીયા દ્વારા ગામના લોકોના સહયોગથી જાહેર રોડ-રસ્તા સહીત સમગ્ર ગામમાં સેનેટાઈઝેશન કરવામા આવ્યું હતું. તેમજ શકત શનાળા ગામમાં પણ ગ્રામ પંચાયત તથા ગામલોકોના સહયોગથી ગામના વિવિધ સ્થળો, રસ્તા-શેરીઓ સહીત સમગ્ર ગામમાં દવાનો છંટકાવ કરી સૅનેટાઈઝેશન કરવામાં આવ્યું હતું.