મોરબી: મોરબીમાં રાજપુત કરણી સેના દ્રારા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિની ધામધુમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર હિન્દુઓ માટે જેને પોતાનું જીવન સમર્પિત કર્યુ એવા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિત્તે રાજપુત કરણી સેના દ્વારા તા. ૨૨ મે સોમવારે સાંજે ૪ કલાકે નહેરુ ગેટ ચોકમાંથી સનાતન સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ હિન્દુ સંગઠનોને રાજપુત કરણી સેના દ્વારા આ રેલીમાં જોડાઈને એકલિંગજીના જાયાને શ્રધ્ધાંજલિ સર્મિપત કરવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.