સંસદ પરિસરમાં સંતોના અપમાનની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત: પોસ્ટ ઓફિસ (સો ઓરડી) થી કલેક્ટર કચેરી સુધી શાંતિપૂર્ણ પગપાળા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર અપાશેમોરબી અપડેટ : તાજેતરમાં સંસદ પરિસરમાં સંતોનું અપમાન કરવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યા છે. ત્યારે 'સંતોનું અપમાન નહીં સહે હિંદુસ્તાન' ના નારા સાથે મોરબીમાં પણ આ ઘટનાનો વિરોધ નોંધાવવામાં આવશે.સંત સમાજના સન્માન અને સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે મોરબી જિલ્લા સનાતન સંત સમાજ દ્વારા આવતીકાલે તારીખ 5 ઓગસ્ટ ને બુધવારના રોજ સવારે 11 વાગ્યે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે સવારે પોસ્ટ ઓફિસ (સો ઓરડી) થી કલેક્ટર કચેરી સુધી એક શાંતિપૂર્ણ પગપાળા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સનાતન સંત સમાજ, મોરબી જિલ્લા દ્વારા સંતોના સન્માન માટે યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં તમામ હિંદુ સમાજને રેલીમાં જોડાઈને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જાહેર અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #SanatanSantSamaj #HinduSamaj #CollectorOfficeMorbi #ProtestRally #SanatanDharma #MorbiNews