બાળકોમાં ધર્મ પ્રત્યેની જાગૃતિ કેળવવા માટે દર મંગળવાર અને શુક્રવારે વિવિધ સોસાયટીમાં યોજાશે સભામોરબી: રવાપર રોડ સ્થિત શક્તિ ટાઉનશીપ સોસાયટી ખાતે વિશ્વાસ ભૂત અને અક્ષય સરડવા તેમજ કમિટીના અન્ય સભ્યો દ્વારા સંચાલિત 'સનાતન હિન્દુ એકતા અને ઇકોનોમી સમિતિ' દ્વારા ગત રાત્રે ધર્મ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યત્વે બાળકોમાં ઘટતું જતું ધર્મનું જ્ઞાન અને ધર્મ જાગૃતિ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમિતિના સભ્યોના જણાવ્યા અનુસાર, આ પ્રવૃત્તિને વ્યાપક બનાવવા માટે સપ્તાહના દરેક મંગળવાર અને શુક્રવારે શહેરની અલગ-અલગ સોસાયટીઓમાં જઈને આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમિતિના દરેક સભ્યોએ જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી આ ધર્મ જાગૃતિ કાર્યક્રમ અવિરત ચાલુ રાખવાનો અને ભાવિ પેઢીને ધર્મ રક્ષા માટે તૈયાર કરવાનો સંકલ્પ લીધો છે.#Morbi #RavaparRoad #SanatanHinduEkta #DharmJagruti #MorbiNews #ShaktiTownship #ReligiousAwareness #CommunityService