બે મહિલા સહિત પાંચ લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા મોરબી : મોરબી બુધવારે વધુ પાંચ લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લઈ જામનગર મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. આ પાંચ લોકોના રિપોર્ટ કાલે ગુરુવારે આવશે મોરબીમાં આજે બુધવારે રવાપર રોડ પર રહેતા વૃધ્ધા અને રાજકોટમાં દાખલ 2 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં વધુ પાંચ શંકાસ્પદ લોકોને દાખલ કરી તેમના સેમ્પલ લઈ જામનગર મોકલાયા છે. જેમાં હાલમાં મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ લીલાપર રોડ ઉપર રહેતા 45 વર્ષના મહિલા, નવલખી રોડ ઉપર રહેતા 70 વર્ષના વૃદ્ધા અને રણછોડનગરમાં રહેતા 75 વર્ષના વૃદ્ધ તેમજ અણીયારી ગામે રહેતા 65 વર્ષના વૃદ્ધ અને મોરબી-2 સામાંકાંઠે વિસ્તારમાં રહેતા 20 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે. આ લોકોના રિપોર્ટ આવતીકાલે ગુરુવારે આવશે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/