ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબીની ટીમ દ્વારા તમામ મસાલા માર્કેટમાં સરપ્રાઈઝ ચેકીંગ : સ્વચ્છતા રાખવા તાકીદ મોરબી : મરચા અને મસાલાની મૌસમ પૂરબહારમાં ચાલી રહી છે ત્યારે મોરબી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા શહેરભરમાં આવેલ તમામ હંગામી મસાલા માર્કેટમાં સરપ્રાઈઝ ચેકીંગ કરી અલગ-અલગ 16 જગ્યાએથી નમૂના લેવાની સાથે તમામ વેપારીઓને સ્વચ્છતા જાળવવા તાકીદ કરી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબીના ફુડ સેફ્ટી ઓફીસરો.એમ.એમ. છત્રોલા અને સી.કે. નીમાવત દ્વારા મસાલા ભરવાની સિઝનમા મોરબીના અલગ અલગ વિસ્તારમા સ્થળ ઉપર જ મરચુ, ધણાજીરૂ અને હળદરનું ગ્રાહકોની જરુરીયાત મુજબ ગ્રાહકોની સામે મસાલા દળી વહેચાણ કરતી મસાલા ખડીઓની ચકાસણી કરવામા અવેલ હતી. જેમાં મહારાણા પ્રતાપ ચોક, કડીયા બોર્ડીંગનાં મેદાનમાં આવેલ જલારામ મસાલા ભંડાર & માર્કેટ, મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ઝરમર મરચા & ફ્લોર મીલ, કાનાભાઈ દાબેલીની બાજુનો વંડો, ડાયમંડ બેકરીની સામે આવેલ વિકાસ મસાલા, જય ખેતલીયા મસાલા, આકાશ મસાલા, ક્રિષ્ના મસાલા, કિંગ મસાલા, રવાપર ચોકડી પર આવેલ, શિવ શકિત મસાલા હાઉસ, ઉમીયા સર્કલ કેનાલ રોડ, ઉમીયાજી શાક માર્કેટની બાજુમાં આવેલ, રાજકોટ મસાલા માર્કેટ, શનાળા રોડ શકિતમાના મંદિર પાસે આવેલ, ફેમસ મરચા સેન્ટર, રાજકોટ હાઈવે, શનાળા રોડ ઉપર આવેલ, ખોડલ મસાલા ભંડાર, સમય ગેટની પાસે, શનાળા રોડ પર આવેલ માફક મસાલા, ઝમઝમ મસાલા, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ પર આવેલ માહિરા મરચા સેન્ટર, જય મલાર મરચા સેન્ટર, ખોડીયાર કૃપા મરચા સેન્ટર,અને ન્યુ ગોંડલ મસાલા ભંડાર એમ કુલ ૧૭ મસાલા દળતી ખડીઓની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ તપાસ કરવામાં આવેલ હતી. વધુમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તપાસ દરમિયાન સ્થળ પર સ્વચ્છતા રખવાની સુચના આપેલ તેમજ અલગ અલગ પેઢીઓમાંથી ૧૬ જેટલા નમુના લેવાની કર્યવાહી કરવામા આવેલ હોવાનું ફૂડ ઇન્સ્પેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.