મોરબી : મોરબીમાં ગઈકાલના 41 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ત્યારે આજે મંગળવારે વધુ 10 લોકોના સેમ્પલ લઈને કોરોનાના રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. મોરબીમાં આજે લેવાયેલા 10 સેમ્પલમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ થયેલા માળિયાના 9 વર્ષના બાળકના સેમ્પલ લેવાયા છે. જ્યારે મોરબી હોસ્પિટલમાં અન્ય સારવાર માટે આવેલા 6 લોકો અને ક્રિષ્ના હોસ્પિટલમાં 3 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ 10 લોકોના સેમ્પલનો રિપોર્ટ કાલે આવશે.