મોરબી : કચ્છના સામખીયારીના રહેવાસી ગોમતીબેન રણજીતભાઈ વાળા ઉ.45 નામના ગર્ભવતી મહિલા અમદાવાદથી સારવાર મેળવી પરત સામખીયારી જતા હતા ત્યારે સુરજબારી પુલ પાસે શ્વાસ લેવામાં તકલીફ થતા મહિલાની તબિયત લથડતા પ્રથમ સામખિયારી બાદ મોરબી સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતુ. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.