મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ-મોરબી દ્વારા આગામી તા.12/6/2022ને રવિવારે સમૂહલગ્ન - યજ્ઞોપવિતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ માટે આગામી ૨૦ માર્ચથી નામ નોંધણી શરૂ કરવામાં આવશે. સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ આયોજીત આ સમૂહલગ્ન અને યજ્ઞોપવિતના માંગલિક અવસરોમા તા.12/6/2022ને રવિવારના રોજ સવારે 5:30 કલાકે મંડપ મુહૂર્ત અને ગ્રહશાંતિ, સવારે 6:00 કલાકે યજ્ઞોપવિત ધારણ વિધિ, 8:30 કલાકે જાનના સામૈયા,9:00 કલાકે હસ્તમેળાપ,બપોરે 11:30 કલાકે ભોજન સમારંભ - આશીર્વચન તથા 1:30 કલાકે જાનને વિદાય આપવામાં આવશે. સમૂહલગ્ન તેમજ યગ્નપવિતમાં જોડાવા ઇચ્છુકોએ ટ્રસ્ટના કાર્યાલય ભવાની ચોક, લખધીરવાસ,મોરબી ખાતે સાંજે ૪ થી ૭ કલાક દરમ્યાન સંપર્ક કરવાનો રહેશે.વધુ માહિતી માટે મોબાઇલ નંબર 94282 60848 અથવા 99256 44820 પર સંપર્ક કરવો.