સો-ઓરડી વિસ્તારમાં પ્રભુતામાં પગલાં માંડશે નવદંપતીઓ: રાજકીય અને સામાજિક અગ્રણીઓ આપશે હાજરીમોરબી : શહેરના સો-ઓરડી વિસ્તારમાં આવતીકાલે 15 મે 2026ના રોજ સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્વારા 11 દીકરીઓનો છઠ્ઠો સામૂહિક લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે. સામાજિક સમરસતાના આ ઉમદા કાર્યમાં વિવિધ સમાજના નવદંપતીઓ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિએ જોડાશે.લગ્ન સ્થળ અને સમયપત્રકઆ લગ્નોત્સવનું આયોજન પરશુરામ પોટરી ગ્રાઉન્ડ, સો-ઓરડી, મોરબી-2 ખાતે કરવામાં આવ્યું છે. • તારીખ: 15/05/2026, શુક્રવાર.• જાન આગમન: સવારે 07:00 કલાકે.• હસ્ત મેળાપ: સવારે 10:00 કલાકે.• ભોજન સમારંભ: બપોરે 11:00 કલાકે.• જાન વિદાય: બપોરે 01:00 કલાકે.મુખ્ય આયોજક અને અગ્રણીઓસમસ્ત હિન્દુ સેવા ગ્રુપના અધ્યક્ષ જયેશભાઈ સોમાણીના નેતૃત્વમાં આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આ અવસરે ઉદ્યોગપતિ જીતુભાઈ ધરજીયા, જે.પી. ફાઉન્ડેશનના પ્રભાબેન મકવાણા, સામાજિક અગ્રણી જયેશભાઈ રાઠોડ અને માલધારી સેલના પ્રમુખ હરીભાઈ રબારી આયોજક તરીકે સેવા આપી રહ્યા છે.મહાનુભાવોની ઉપસ્થિતિઆ શુભ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કાન્તીભાઈ અમૃતિયા, પટેલ અગ્રણી મનોજભાઈ પનારા, પ્રદેશ પ્રમુખ (ગુજરાત ચું. કોળી સમાજ) ધર્મેશભાઈ જંજવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા અને વિવિધ વોર્ડના કોર્પોરેટરો પણ નવદંપતીઓને આશીર્વાદ આપવા પધારશે.કરિયાવરમાં દાતાઓનો સહયોગ11 દીકરીઓને સંસાર વસાવવા માટે અનેક દાતાઓ દ્વારા સોનાના દાણા, સાડી, સ્ટીલના વાસણો, સીલિંગ ફેન, અને વોટર બોટલ જેવી ઘરવખરીની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે. તેમજ રસોડા માટેની સામગ્રીઓનું પણ દાન આપ્યું છે.સમૂહ લગ્નના આ આંગણે લગ્નગીતોની રમઝટ બોલાવવા કૃપાલી વાઘાણી અને અરૂણા ઠાકોર જેવા કલાકારો માં સાઉન્ડના સથવારે પોતાની પ્રસ્તુતિ આપશે.#MorbiUpdate #Morbi #SamuhLagn #SocialService #HinduSevaGroup #MassWedding #SaurashtraNews #MorbiNews