પાંચ વર્ષમાં ખેડૂતે સૂકા મલકમાં હરિયાળી ક્રાંતિ સર્જી મોરબી : મોરબી જિલ્લાના છેવાડે આવેલા આમરણ ચોવોસી પંથકમાં નજીકમાં દરિયો આવી જતો હોય, અહીંના ભૂતળ ખારા ધુધવાળ છે અને આ વિસ્તારમાં વરસાદ પણ અનિયમિત હોય ખેડૂતોને પરંપરાગત ખેતી કરવામાં બેહદ મુશ્કેલી પડે છે. ત્યારે અહીંના એક ખેડૂત અગ્રણીએ કોઠાસૂઝથી સૂકી અને ખારી બંજર ગણાતી જમીન ઉપર હરિયાળી ક્રાંતિ સર્જી રસદાર ફળોની ખેતી શરૂ કરી પાંચ જ વર્ષમાં સફળતા મેળવી છે. મોરબી તાલુકાના ફળસર ગામના ખેડૂત દેવજીભાઈ કુંભરવાડિયા આમરણ ચોવીશીમાં મોટી ખેતીની જમીન ધરાવે છે, આ વિસ્તાર વર્ષાદ આધારિત છે. તળમાં ખારા પાણી નીકળે છે. જેથી પરંપરાગત ખેતીમાં મુશ્કેલી નડતા દેવજીભાઈએ આ વિસ્તારમાં ફળની ખેતીની શરૂઆત કરી છે. જો કે શરૂઆતમાં લોકો તેમને ગાંડો કહેતા. તેઓએ ૨૦૧૬ માં ઈજરાયેલી ખારેક, કચ્છી ખારેક, ટીસ્યુ દાડમ અને જામફળની ખેતી કરી જતન કરતા હાલમાં તેમની જમીનમાં હર્યાભર્યા કુલ ૫૦૦૦ વૃક્ષો લહેરાય છે અને ફળ આપે છે. મહત્વની બાબત એ છે કે રોજગારી માટે લોકો શહેરો તરફ દોડે છે ત્યારે દેવજીભાઈ ગામડે જ રોજગારીનું સર્જન કરી તેઓની ખેતીવાડીમાં ૩૫ લોકોને કાયમી રોજગારી આપે છે, આ સૂકા મલક ને સમૃદ્ધ કરવાનો માર્ગ તેણે ખોલી આપ્યો છે. આ બધી ફળની ખેતીમાં તેને ખૂબ જ ફાયદો થતા લોકો કાયમી તેમના બગીચા જોવા આવે છે અને આવી બધી ખેતી કરવાની શરૂઆત પણ થઈ ગઈ છે. હાલમાં નવરંગ નેચર ક્લબની ખેડૂત હાટમાં દેવજીભાઈની વાડીમાં પાકેલી મીઠી મધ જેવી ખારેક માત્ર ૧ કિલો ના ૫૦ રૂ લેખે વેચવા આવે છે. સૂકા મલકને આર્થિક રીતે સમૃદ્ધ કરવાનો યજ્ઞ કરતાં દેવજીભાઈને અન્ય ખેડૂતો અભિનંદન આપી આવી બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..