મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર હસનપર નજીકની ઘટના વાંકાનેર : વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર હસનપર ઓવરબ્રિજ ઉપર મૂળ મધ્યપ્રદેશના ટ્રક ડ્રાઇવર સલમાનખાને આગળ જઈ રહેલા ટ્રકની રોન્ગ સાઈડમાંથી સાઈડ કાપી કાવો મારી અકસ્માત સર્જી નુકશાન પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર હસનપર ઓવરબ્રિજ ઉપર ટ્રક લઈને જઈ રહેલા પોરબંદરના અમરદળ ગામના ટ્રક ચાલક ગૌતમભાઈ હિતેન્દ્રભાઈ રાઠોડના ટ્ર્કની રોન્ગ સાઈડમાંથી સાઈડ કાપી કાવો મારી ટ્રક નંબર MP-12-H-6083ના આરોપી ટ્રક ચાલક સલમાનભાઈ સઈદભાઈ ખાન, રહે-ગામ-ખંડવા સંજયનગર સોસાયટી શેરી નં.૨૮ છોટા ભીલટ બાબાના મંદિર પાસે ઈન્દોર રોડ, મધ્યપ્રદેશ વાળાએ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ગૌતમભાઈ હિતેન્દ્રભાઈ રાઠોડના ટ્રકમાં ખાલી સાઈડ દરવાજા પાસે બોડીના ભાગે, બમ્પર તથા પંખાને નુકશાની પહોંચતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.