મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા આગામી તા. 19-2-2025 ને બુધવારના રોજ સો ઓરડી બુધવારી બજાર, રઘાભાઈ ડેરી વાળાની બાજુમાં, ગરબી ચોક, મોરબી ખાતે રાહત ભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેમાં દરેક જાતના ફૂલ છોડના કલમી રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દરેક જાતના બીયારણ, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર, ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ, પાવડર ચુર્ણ, ધુપ, અગરબત્તી, ગુગળ, કપુર, હવન સામગ્રી, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, કુંડા, જાનકી ઓઈલ મીલ ઘાણીથી પીલેલ કાળા સફેદ તલની સાંની કચ્ચરીયુ તથા તલનું તેલ, શુદ્ધ મગફળીનું તેલ એક વર્ષની ગેરેન્ટી, કપ, રકાબી, બરણી, કાચના ગ્લાસ, ફ્રુટ પ્રોડક્ટ્સ, સાબુ, મહેંદી, દરેક બીમારીમાં ઉપયોગી દેશી ખાંડ, ગોળ મળશે. આ સંસ્થા દ્વારા દર મહિનાના ત્રીજા બુધવારે ખેડૂત હાટ ભરવામાં આવે છે. વધુ માહિતી માટે હર્ષદભાઈ પ્રજાપતિ મો.નં. 98254 94657 અને ગોપાલભાઈ વાઘાણી મો. નં. 99788 56023 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.