13 સપ્ટેમ્બરે સનાળા રોડ પર કેમ્પ યોજાશે: લોકોને પ્રકૃતિ તરફ વળવા અને પ્લાસ્ટિક ટાળવા અનુરોધમોરબી અપડેટ : મોરબીમાં લોકોના આરોગ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આગામી રવિવાર, તારીખ 13 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 8:00 થી બપોરના 12:00 વાગ્યા સુધી સનાળા રોડ પર નેચરલ વસ્તુઓના વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે.આ વેચાણ કેન્દ્ર મોરબી માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી. બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે સનાળા રોડ ખાતે કાર્યરત રહેશે. આ કેન્દ્ર પર વિવિધ પ્રકારની આરોગ્યવર્ધક, આયુર્વેદિક અને ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.વેચાણ માટે ઉપલબ્ધ વસ્તુઓ: • હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા. • ગૌમૂત્ર અર્ક, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી અને લેમન ટી. • ઓર્ગેનિક શાકભાજી. • રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી વગેરે. • રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ.આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કર દ્વારા મોરબીની જનતાને આ વેચાણ કેન્દ્રનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. તેમજ પ્લાસ્ટિક ટાળવા માટે ખરીદી માટે ઘરેથી કાપડની થેલી સાથે લાવવા ખાસ અપીલ કરાઈ છે.#MorbiUpdate #MorbiNews #HardePracharKendra #NaturalProducts #OrganicFarming #SayNoToPlastic #Morbi