મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા કાર્યક્રમનું આયોજન મોરબી : મોરબીમાં આવતીકાલે બુધવારે રામધન આશ્રમ ખાતે મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓના રાહતદરે વેંચાણ અર્થે વ્યવસ્થા કરવામાં આવી છે. મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર મોરબીના સહયોગથી નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ રામધન આશ્રમ, મહેન્દ્રનગર, મોરબી ખાતે તા. 11 ને બુધવારે સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી વેંચાણ કરાશે. જેમાં હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, રાગીના લોટના ભૂંગળા, સોરઠ ઓર્ગેનિક ફાર્મની હળદર, અગરબત્તી, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ-અલગ ફૂલછોડ, કાળી માટીના વાસણો જેવા કે તાવડી, પાટિયા, ફુલઝાડ માટેનાં કુંડા વગેરે મળશે. આ ઉપરાંત આંબળાની મીઠી કેન્ડી, બાજરીના લોટના ખાખરા અને સરગવાનાં પાનના થેપલા, અથાણાં વગેરે મળશે. આ વિતરણ વ્યવસ્થામાં કોરોના મહામારીનાં પગલે માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સનાં પાલન સાથે સૌને લાભ લેવા જીતેન્દ્ર ઠક્કરે અનુરોધ કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..