મોરબી : મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે રાહતદરે નેચરલ વસ્તુઓનું વેંચાણ કરવામાં આવશે.જેમાં હરડે પાવડર,સિંધાલૂણ,લાકડાની વસ્તુઓ સહિતની ચિજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું વેંચાણ માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ,આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે,ન્યુ હાઉસિંગ બોર્ડની સામે,શનાળા રોડ,મોરબી ખાતે તા.11ને રવિવારના રોજ સવારે 9 થી બપોરના 1 વાગ્યાં સુધી વેચાણ કરવામાં આવશે.જેમાં હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક,દેશી ગોળ,ગૌમૂત્ર અર્ક,નગોળનું તેલ,રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી,રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જરણી વગેરેનું વેચાણ કરાશે.આ વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરની યાદીમાં જણાવાયુ છે.