મોરબીઃ હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા આગામી તારીખ 14 ઓગસ્ટ ને રવિવારના રોજ નેચરલ વસ્તુઓનું રાહત દરે વેચાણ કરવામાં આવનાર છે. 14 ઓગસ્ટના રોજ સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ,આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે,ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ, મોરબી ખાતે હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રાહત દરે નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. આ વેચાણ કેન્દ્ર પરથી હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ,જે રણી વગેરે વસ્તુઓનું વેચાણ રાહત દરે કરાશે તેવું આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઈ ઠક્કર દ્વારા જણાવાયું છે.