સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો, સપ્લાયરનું નામ ખુલ્યુંમોરબી : મોરબી શહેરના પોશ ગણાતા એસપી રોડ ઉપર એક શોરૂમમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી શોરૂમ સંચાલકને વિદેશી દારૂની પ્રીમિયમ બ્રાન્ડની 5 બોટલ સાથે ઝડપી લઈ દારૂ સપલાયરનું નામ પણ ખોલાવ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે એસપી રોડ ઉપર આવેલ વાયબ્રેશન સિલેક્શન નામના શોરૂમમાં વિદેશી દારૂનું વેચાણ થાય છે, જે બાતમીને આધારે પોલીસે વાયબ્રેશન સિલેક્શનમાં દરોડો પાડતા શોરૂમ સંચાલક આરોપી ચંદ્રેશભાઇ માધવજીભાઇ વૈષ્નાણી, રહે.મોરબી રવાપર ગોલ્ડન માર્કેટપાછળ સાનીધ્યપાર્ક વાત્સલય એપાર્ટમેન્ટ બ્લોકનં.103 વાળો જ્હોની વોકર બ્રાન્ડની વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 4500 અને બ્લેન્ડર્સ પ્રાઇડ બ્રાન્ડની 2 બોટલ કિંમત રૂપિયા 1990 સાથે ઝડપાઇ ગયો હતોવધુમા પોલીસની પ્રાથમિક પૂછતાછમા આરોપી ચંદ્રેશે વિદેશી દારૂની આ બોટલ આરોપી અંકીત અરૂણભાઇ રાઠોડ રહે.મોરબી વાવડીરોડ વાળા પાસેથી ખરીદ કર્યાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી અંકિતને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.