એલસીબી ટીમે સાત બોટલ કબ્જે કરી, એકનું નામ ખુલ્યુંમોરબી : મોરબીના લાલપર ગામ નજીક આવેલ એક હેર કટિંગ સલૂનમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી સાત બોટલ વિદેશી દારૂ સાથે એકને ઝડપી લેતા અન્ય એક આરોપીનું નામ ખુલ્યું હતું. એલસીબી ટીમે બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ નજીક સોમાણી બાથવેરની ઓફીસ સામે આવેલ વિનય હેર આર્ટ નામની દુકાનમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા આ દુકાનમાંથી વિદેશી દારૂની સાત બોટલ કિંમત રૂપિયા 7790 મળી આવતા પોલીસે આરોપી હિમાંશુ મુકેશભાઈ રાઠોડ, રહે. રવાપર રોડ, સદગુરુ સોસાયટી, મોરબી વાળાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. આરોપી હિમાંશુએ વિદેશી દારૂ વેચાણમાં આરોપી હાર્દિક અજયભાઈ સોલંકી રહે.લીલાપર રોડ વાળાની સંડોવણી કબુલતા પોલીસે હાર્દિકને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.