મોરબી : આગામી તારીખ 12 જાન્યુઆરી ને રવિવારના રોજ નવરંગ નેચરલ ક્લબ દ્વારા મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.જેમાં દરેક જાતના ફૂલ છોડના કલમી રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દરેક જાતના બીયારણ, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ, પાવડર ચૂર્ણ, ચોખ્ખું મધ, ધુપ, અગરબત્તી, ગુગળ, કપુર, હવન સામગ્રી, દેશી ગોળ, ફ્રુટ પ્રોડક્ટ્સ, સાબુ, મહેંદી, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, કુંડા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા, કપ, રકાબી, બરણી રાહત ભાવે મળશે. જાનકી ઓઈલ મીલ ઘાણીથી પીલેલ કાળા સફેદ તલની સાની કચરીયું તથા તલનું તેલ, શુદ્ધ મગફળીનું તેલ મળશે. આ સંસ્થા દર મહિનાના બીજા રવિવારે ખેડૂત હાટ ભરે છે. તો આ વેચાણ વ્યવસ્થાનો લાભ લેવા પ્રમુખ વી. ડી. બાલા (મો.નં. 9427563898), લવજીભાઈ પ્રજાપતિ (મો.નં. 99253569465)..