મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર ઉમીયા સર્કલ પાસે સત્યેશ્ર્વર મહાદેવ મંદિર નજીક તા:5ને રવિવારે સવારે 8 થી 1 રાહતભાવે ફૂલ છોડ, ઓસડીયા તેમજ શુદ્ધ ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેમાં 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, દરેક જાતના ફુલ છોડના કલમી રોપા, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર, ચુર્ણ, શુધ્ધ ચોખ્ખું મધ, દરેક જાતના બીયારણ, ગાય આધારિત ફીનાઈલ, ગૌ મુત્ર અર્ક, હરીપર જાનકી ઓઈલ મીલનુ ઘાણીથી પીલેલ કાળા સફેદ તલનુ તેલ તથા સાની પ્યોર મગફળીનુ તેલ, દેશી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી પાટીયા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા, ખાખરા, પાપડ, દેશી રૂ કોટનની દીવાની વાઈટ, ઓર્ગેનિક ખેતી પાનેલીના પોપૈયા મળશે. તેમ વી.ડી.બાલા (9427563898), લવજીભાઈ પ્રજાપતિ (9925369465)ની યાદીમાં જણાવાયું છે.