મોરબી : મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા શુદ્ધ ઘીના અડદિયા, ગુંદ પાક તથા બદામ પાક બોક્સ પેકીંગમાં તદ્દન વ્યાજબીભાવે બુકીંગ કર્યા બાદ વિતરણ કરવામાં આવશે. જેના માટે આગામી તા. 5થી 10 ડિસેમ્બર સુધી સવારે 10થી રાત્રે 8 કલાક સુધી દલીચંદ જેરામભાઈ, પરબજાર તેમજ જયવિન પ્રોવિઝન સ્ટોર (ભગત), ગાંધી બજાર, ગ્રીન ચોક તથા ચંદન કિરણ સ્ટોર્સ, સામા કાંઠે, કુળદેવી પાનની સામે, મોરબી ખાતે કરાવવાનું રહેશે. મીઠાઈનું વિતરણ આગામી તા. 12 ડિસેમ્બરના રોજ ગુરુવારે બપોરે 1થી 3 સુધી લોહાણા મહાજન વાડી, સુધારાવાળી શેરી, મોરબી ખાતે કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે મંડળ દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.